મોરબીને સ્વચ્છ અને સુંદર બનાવવા યંગ ઇન્ડિયા ગ્રુપનો શ્રમદાન સંકલ્પ

મોરબી શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા યંગ ઇન્ડિયા ગ્રુપનો શ્રમદાન દ્વારા સહભાગી થવાનો સંકલ્પ8

મોરબી મહાનગરપાલિકા દ્વારા અરૂણોદય સર્કલથી ધરમપુર મેઈન રોડ સુધી હાથ ધરાયેલા સ્વચ્છતા અભિયાન શહેર માટે અત્યંત પ્રશંસનીય અને પ્રેરણાદાયક પહેલ છે. શહેરને સ્વચ્છ, સ્વસ્થ અને સુવ્યવસ્થિત બનાવવા માટે તંત્ર દ્વારા કરવામાં આવતા આવા પ્રયત્નો સમાજમાં સકારાત્મક સંદેશ આપતા હોય છે.

આ અભિયાનથી પ્રેરાઈ, યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પણ મોરબી મહાનગરપાલિકા સાથે સંકલન કરી શ્રમદાનના માધ્યમથી શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનમાં સક્રિય રીતે જોડાવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. સ્વચ્છતા માત્ર તંત્રની જવાબદારી નથી, પરંતુ તે દરેક જાગૃત નાગરિકની નૈતિક અને સામાજિક ફરજ છે. જ્યારે સમાજ અને તંત્ર એકસાથે કાર્ય કરે છે, ત્યારે જ શહેરનો સર્વાંગી વિકાસ શક્ય બને છે.

યંગ ઇન્ડિયા ગ્રુપ હંમેશા સમાજહિત અને જનજાગૃતિના કાર્યોમાં અગ્રેસર રહ્યું છે અને હવે સ્વચ્છતા જેવા મહત્વપૂર્ણ અભિયાનમાં શ્રમદાન દ્વારા પોતાનું યોગદાન આપી મોરબીને સ્વચ્છ અને આદર્શ શહેર બનાવવાના પ્રયત્નોમાં સહભાગી બનશે.

આ અવસરે ડૉ. દેવેન રબારી (સ્થાપક અને માર્ગદર્શક,યંગ ઇન્ડિયા ગ્રુપ) એ જણાવ્યું હતું કે “સ્વચ્છતા એ માત્ર અભિયાન નથી, પરંતુ સંસ્કાર અને જવાબદારીનું પ્રતિબિંબ છે. સ્વચ્છ શહેર એ સજાગ સમાજનું દર્શન કરાવે છે. મોરબી શહેર આપણું ઘર છે અને તેને સ્વચ્છ, સુંદર અને ગૌરવપૂર્ણ બનાવવું એ દરેક નાગરિકની ફરજ છે. યંગ ઇન્ડિયા ગ્રુપ હંમેશા સમાજહિતના કાર્યોમાં તંત્ર સાથે ખભે ખભા મિલાવી કાર્ય કરવા પ્રતિબદ્ધ છે. અમે શ્રમદાન દ્વારા સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ યુવાનો અને નાગરિકોને પણ આ પવિત્ર કાર્યમાં સહભાગી થવા પ્રેરિત કરીશું.”

યંગ ઇન્ડિયા ગ્રુપ મોરબીના તમામ યુવાનો અને જાગૃત નાગરિકોને આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ પોતાના શહેર પ્રત્યેની જવાબદારી નિભાવવાનો આહ્વાન કરે છે.

Recent Posts