જાહેર આમંત્રણ… જાહેર આમંત્રણ… જાહેર આમંત્રણ…
બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરજી તેમજ મહાત્મા જ્યોતિબા ફૂલેજી ની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યા નું આયોજન જાહેર જનતા ને આમંત્રણ
ભારત વર્ષ ના બે મહાન સમાજ સુધારકો અને યુગપુરૂષો એવા ડો. બાબા સાહેબ આંબેડકરજી અને મહાત્મા જ્યોતિબા ફુલેજી ની જન્મજયંતિ નિમિત્તે સંવિધાન ચેરિટેબલ એન્ડ એજયુકેશન ટ્રસ્ટ- મોરબી દ્વારા “યુગપુરૂષ વંદના” સંગીત સંધ્યા તેમજ મહાપુરૂષો ની જીવન સંઘર્ષ ગાથા નું આયોજન કરવા માં આવેલ છે જેમા ગુજરાત ના ખ્યાતનામ કલાકાર એવા શ્રી પ્રદીપભાઈ સોલંકી-સુરત, બિંદીયાબેન સોલંકી- જૂનાગઢ, નીલયરાજભાઈ- કચ્છ તેમજ કમલેશભાઈ પુરબીયા અને સાજિંદા ગ્રૂપ પોતાનો સંગીતરસ પીરસશે..
તો આ સંગીત સંધ્યાનો વધુ માં વધુ લોકો લાભ લે અને અને આ આપણા મહાન યુગપુરૂષો ને સ્વરાંજલિ અર્પણ કરે એવું ભાવભીનું આમંત્રણ…
તારીખ: ૧૧/૪/૨૬(શનિવાર)
સમય: રાત્રે ૯:૩૦ કલાકે
સ્થળ: તથાગત બુદ્ધ કામયુનિટી હૉલ, ભળીયાદ કાંટે મોરબી ૨

સંવિધાન ચેરિટેબલ એન્ડ એજયુકેશન ટ્રસ્ટ
મોરબી





