
મોરબી: મોરબી શહેરમાં છેલ્લા 27 વર્ષથી પરંપરાગત રીતે નીકળતી મચ્છુ માતાની ભવ્ય શોભાયાત્રાના અનુસંધાને શહેરમાં શાંતિ, સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પોલીસ તંત્ર દ્વારા આગોતરા સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ફ્લેગ માર્ચ મોરબીના વિસીપરા વિસ્તારમાં યોજાયો હતો, જેમાં પોલીસ અધિકારીઓ તથા જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ફ્લેગ માર્ચ દરમિયાન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી સ્થાનિક નાગરિકોને શાંતિ, સૌહાર્દ અને કાયદાનું પાલન જાળવવા અપીલ કરવામાં આવી હતી. શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા જરૂરી સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
પોલીસ તંત્રએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા અપીલ કરી છે. સમગ્ર ફ્લેગ માર્ચ દરમિયાન વિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણ





