આદરણીય સભ્યશ્રીઓ,
જય ભારત સાથ જણાવવાનું કે તારીખ ૧૬/૩/૨૦૨૬ ના રોજ એસોસિએશન હોલ ખાતે મોરબી ના પોલીસ એસપી મુકેશ પટેલ સાહેબ,ડીવાયએસપી સારડા સાહેબ અને આલ સાહેબ સાથે ઉધોગકાર ની મીટીંગ મળી હતી જેમાં ઉધોગ બંધ હોય ત્યારે શુ શુ કાળજી રાખવી તે બાબતે વિગતે ચર્ચા કરી હતી. જેમાં વિવિધ સુચનો કરવામાં આવેલ, જેમાં પ્રવર્તમાન પરિસ્થિતિ ને અનુલક્ષી ને સભામાં પધારેલા શ્રી એસ.પી.સાહેબ શ્રી એ નીચે જણાવેલ મુદ્દાઓ થી ઉદ્યોગકારો ને સચેત કરવામાં આવેલ હતાં
યુધ્ધ ની પરિસ્થિતિ ના કારણે સિરામિક ના યુનિટો શટ ડાઉન લઈ રહ્યા છે ત્યારે દરરોજ એક ભાગીદાર યુનિટ ની વિઝિટ કરે અને રોડ ની સાઇડ સીસીટીવી કેમેરા ચાલુ રાખે. કંપની ના કંપાઉન્ડ માં સિક્યુરિટી વધારી દેવી જેથી જાન માલ નુ રક્ષણ કરી શકાય.
ટ્રાફિક ને ધ્યાન માં લઇ ને શક્ય હોય ત્યા સુધી કાર શેરીંગ કરવી.
જ્યારે મજૂર સાથે કોઈ વાદવિવાદ નો પ્રશ્ન સર્જાય તેવા સમયે શક્ય હોય ત્યાં સુધી પ્રશ્ન નું શાંતિ થી નિરાકરણ કરવું. ચોરી ચપાટી ના કેસ માં નજીક ના પોલિસ સ્ટેશન માં જાણ કરવી પરંતુ કાયદો હાથમાં લેવો નહી.
રા






