ટંકારા આર્ય સમાજ ટ્રસ્ટ દ્વારા 7 કિમી મેરેથોનમાં ગુજરાતભરના દોડવીરોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ

7 કિમી મેરેથોનમાં અરવિંદભાઈ પટેલ પ્રથમ

 

શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી ટ્રસ્ટ-આર્ય સમાજ ટંકારા દ્વારા તા. 14 ફેબ્રુઆરી 2026ના રોજ 7 કિમી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતભરના દોડવીરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

 

40 વર્ષથી ઉપરના વર્ગમાં ભાઈઓમાં નેસડા (સુરજી) ગામના વતની અને મોરબી પોલીસમાં ફરજ બજાવતા અરવિંદભાઈ દેવશીભાઈ વિરમગામા પ્રથમ ક્રમે રહ્યા હતા. ગત વર્ષે યોજાયેલી દોડમાં પણ તેઓ પ્રથમ સ્થાને રહ્યા હતા. ત્યારે આ વર્ષે પણ પ્રથમ આવતા શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.

Recent Posts