મોરબીમાં જમીન-મકાન વેપારી યુવાનની હત્યા બાદ લાશ સળગાવી દાટી, ઉપર ધાબું ભરી પુરાવા છુપાવવાનો પ્રયાસ!

મોરબીમાં જમીન-મકાનના ધંધાર્થી યુવાનની હત્યા: લાશ સળગાવી, દાટી દઈ ઉપર પાકું ધાબું ભરી દીધું!

મોરબી: મોરબીના પીપળી રોડ પરથી એક કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે. ગુમ થયેલ યુવાનની હત્યા કરી, પુરાવા નાબૂદ કરવા માટે લાશને સળગાવી, દાટી દઈ અને તેની પર ધાબું ભરી દેવામાં આવ્યું હોવાનો પર્દાફાશ થયો છે.

તાજમહમદની હત્યા કર્યા બાદ મૃતદેહને સળગાવ્યો હતો. ત્યારબાદ તેને જમીનમાં દાટી દઈ, કોઈને શંકા ન જાય તે માટે તેની પર પાકું ધાબું (સિમેન્ટનું ફ્લોરિંગ) પણ કરી દીધું હતું.

ઘટનાની જાણ થતા જ DYSP સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અત્યારે જેસીબી અને અન્ય સાધનો વડે ધાબું તોડી મૃતદેહ બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.

મોરબી જિલ્લામાં ગણતરીના દિવસોમાં જ હત્યાના બે મોટા બનાવો બનતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. શું ગુનેગારોમાં કાયદાનો ડર માત્ર નામ પૂરતો રહી ગયો છે? તેવા ગંભીર સવાલો અત્યારે પોલીસની કામગીરી પર ઉઠી રહ્યા છે.

હાલ પોલીસે મોરબી ના પીપળી રોડ પર શિવાય કોલ નામના કારખાનામાંથી મૃતદેહ બહાર કાઢી સ્થળ પર જ પી એમ અને એફ એસ એલ ની ટીમ સાથે તપાસ કરી મૃતદેહ સળગાવી નાખેલ હોવાથી ખાલી ધડ નો ભાગ જ પોલીસને મળ્યો બાકી ભાગ બળીને ખાખ થયો પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધવા સહિતની તજવીજ હાથ ધરી આરોપીઓને કડક સજા અને સરઘસ ના નીકળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો મિયાણા સમાજે કર્યો ઇનકાર પોલીસે સ્થળ પર પંચનામુ કરી વધુ તપાસ હાથ ધરી ફેક્ટરી કોની છે તે અંગે પણ તપાસ હાથ ધરી

Recent Posts