રામકો વિલેજ સોસાયટીમાં વરસાદી પાણીથી રસ્તાની દયનીય હાલત, રહિશોમાં રોષ

રામકો વિલેજ સોસાયટીમાં વરસાદી પાણીથી રસ્તાની દયનીય હાલત, રહિશોમાં રોષ

{“remix_data”:[],”remix_entry_point”:”challenges”,”source_tags”:[],”origin”:”unknown”,”total_draw_time”:0,”total_draw_actions”:0,”layers_used”:0,”brushes_used”:0,”photos_added”:0,”total_editor_actions”:{},”tools_used”:{},”is_sticker”:false,”edited_since_last_sticker_save”:false,”containsFTESticker”:false}

ઘૂટું ગામ: અનેક વખત ગ્રામ પંચાયત, સરપંચ, તાલુકા પંચાયત તેમજ ધારાસભ્ય સમક્ષ રજૂઆતો કરવા છતાં રામકો વિલેજ સોસાયટીના રસ્તાની સમસ્યાનો હજુ સુધી કાયમી ઉકેલ આવ્યો નથી, એવો આક્ષેપ સ્થાનિક રહિશોએ કર્યો છે.

 

રહિશોના જણાવ્યા મુજબ, દરેક વરસાદ બાદ સમગ્ર શેરી ગારા અને કાદવથી ભરાઈ જાય છે, જેના કારણે વૃદ્ધોને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે, બાળકોને શાળાએ જવામાં તકલીફ થાય છે અને ઇમરજન્સીમાં દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

 

સ્થાનિક લોકોનું કહેવું છે કે અનેક રજૂઆતો છતાં સમસ્યા યથાવત રહેતા હવે જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને રસ્તાની કાયમી વ્યવસ્થા કરવામાં આવે.

 

રહિશોએ સ્પષ્ટ કર્યું છે કે આ રજૂઆત કોઈ વ્યક્તિ કે સંસ્થાની બદનામી માટે નથી, પરંતુ લોકોની મૂળભૂત સમસ્યા સરકાર અને સંબંધિત તંત્રના ધ્યાન પર લાવવા માટે કરવામાં આવી છે.

 

રામકો વિલેજ સોસાયટીના રહિશોએ ગુજરાત સરકાર, જિલ્લા અને તાલુકા વહીવટી તંત્ર તેમજ ગ્રામ પંચાયતને તાત્કાલિક કાર્યવાહી કરી રસ્તાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની અપીલ કરી છે.