આલાપ રોડ પરની ૨૭ સોસાયટીઓ એક થઈને હકની લડાઈ માટે હવે મેદાને
આલાપ રોડને લાગુ પડતી તમામ સોસાયટી દ્વારા એક સંયુક્ત મીટિંગ કરવામાં આવી હતી.
આ મીટિંગનો મેઈન હેતુ તંત્રની કથળતી પરિસ્થિતિ અને સ્થાનિક મુદ્દાઓ તથા નવા બનતા આલાપ રોડનું કામ ગોકળગતિ એ ચાલી રહ્યું છે અને આ રોડ નું કામ યોગ્ય ગુણવત્તાપૂર્વક થાય તથા ૧૫ વર્ષોથી સળગતો જૂનો પ્રશ્ન આલાપ રોડ પરનું બંને સાઈડ થી કરેલ દબાણ. જે બાબતે કલેક્ટરશ્રીનો ૨૦૧૭ થી હુકમ હોવા છતાં તંત્ર કોઈ કામગીરી નથી કરી રહ્યું. નવા પાસ થયેલ આઇકોનિક રોડ જે આલાપ ના ગેટથી એસપી રોડના નાકા સુધી જાય છે એ રોડની હાલત કાર તો દૂર પણ બાઇક ચાલવા યોગ્ય પણ નથી. આ બધા મુદ્દાઓનો નિકાલ ટૂંક સમયમાં કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી હતી. આલાપ રોડ એકતાની ૨૭ સોસાયટીઓના તમામ લોકોને સાથે રાખીને આગામી સોમવારે કમિશનર શ્રીને તેમજ અલગ અલગ વિભાગ ના અધિકારીઓ ને રુબરુ રજૂઆત કરશે.






