મહાશિવરાત્રિ હિંદુ ધર્મનો અત્યંત પવિત્ર અને આધ્યાત્મિક તહેવાર છે. આ દિવસે ભગવાન શિવની વિશેષ ઉપાસના કરવામાં આવે છે. માન્યતા મુજબ આ જ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીનો વિવાહ થયો હતો તથા આ દિવસે જ ભગવાન શિવે તાંડવ નૃત્ય કર્યું હતું.
મહાશિવરાત્રિ આત્મશુદ્ધિ, સંયમ, વૈરાગ્ય અને આધ્યાત્મિક ઉન્નતિનુંનિશિત કાળની રાતે શિવભક્તિ – મહાશિવરાત્રિ વિશેષ 🌸
પ્રતિક છે. આ દિવસે ઉપવાસ, જાગરણ અને શિવલિંગ પર અભિષેક કરવાથી પાપ નાશ પામે છે અને જીવનમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
મહાશિવરાત્રિનું ધાર્મિક તથા આધ્યાત્મિક મહત્વ
શિવ ઉપાસનાથી કર્મબંધનમાંથી મુક્તિ મળે છે
મનની ચંચળતા દૂર થાય છે
નકારાત્મક શક્તિઓથી રક્ષણ મળે છે
દાંપત્ય જીવનમાં સુખ-શાંતિ વધે છે
મોક્ષ પ્રાપ્તિ તરફ માર્ગ ખુલ્લો થાય છે મહાશિવરાત્રિ પૂજન મુહૂર્ત (નિશિત કાળ)
મહાશિવરાત્રિની રાત્રે ચાર પ્રહરમાં શિવપૂજનનું વિશેષ મહત્વ છે ચાર પ્રહર પૂજન સમય:
પ્રથમ પ્રહર – સાંજ પછી
બીજો પ્રહર – મધ્યરાત્રિ પહેલા
ત્રીજો પ્રહર – મધ્યરાત્રિ
ચોથો પ્રહર – પ્રાતઃકાળ પહેલા
ખાસ કરીને નિશિત કાળ (મધ્યરાત્રિ) માં શિવલિંગ પર અભિષેક કરવો સર્વોત્તમ માનવામાં આવે છે.
શિવલિંગ અભિષેક સામગ્રી
દૂધ
દહીં
ઘી
મધ
પાણી / ગંગાજળ
બિલ્વપત્ર
ધતુરા, ભાંગ
સફેદ ફૂલ
મંત્ર:
“ૐ નમઃ શિવાય” (108 વખત અથવા વધુ)
મહાશિવરાત્રિ ઉપવાસનું મહત્વ
આ દિવસે ઉપવાસ રાખવાથી:
ઈન્દ્રિય સંયમ વિકસે છે
શરીર અને મન શુદ્ધ થાય છે
શિવકૃપા પ્રાપ્ત થાય છે
ફળાહાર અથવા નિર્જળ ઉપવાસ બંને માન્ય છે.





